દેશ માં બળાત્કાર ની ઘટનાઓ વધતા હવે વિશ્વ માં ભારત ની છબી ખરડાઈ રહી છે, હાથરસ ની ઘટના બાદ દેશ ના જુદાજુદા વિસ્તારમાં બળાત્કારની સેંકડો ઘટના બની છે આ બધા વચ્ચે
ઝારખંડના ગુમલામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી છોકરી ને સરાજાહેર જાણે કાયદા નો કોઈ જ ડર ન હોય તેમ ઉચકી જઇ પાંચ છોકરાઓ એ આખી રાત ગેંગરેપ કરતા દેશભરમાં ભારે સનસનાટી મચી ગઇ છે.
આરોપીઓ છોકરીને તેના જ ઘરેથી બંધક બનાવીને લઈ જઇ ઘટના ને અંજામ આપ્યો હતો. આ મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત બાળકી ના માતા-પિતાએ ક્રોધ માં આવી જઇ પોતાની પુત્રી ને પીંખી નાખનારા પૈકી બે આરોપીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો અને બંને આરોપીઓના હાથ અને પગ કાપવાની કોશિશ કરતા બંને ઘાયલ આરોપીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે અને ઘટના ની ખબર પડતાં જ ભારે હંગામો મચી ગયો હતો અને હાલ પોલીસે 5 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
પીડિતા અને આરોપી અલગ અલગ સમુદાયના છે. ઘટનાની જાણ થતાં બંને સમુદાયો વચ્ચે તણાવનો માહોલ ઊભો થયો છે. ઘટનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને પીડિતાના ગામમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પીડિતાનાં માતા-પિતાએ ધારદાર હથિયારથી બંને આરોપીઓના હાથ-પગ પર હુમલો કરતા આખી ઘટના બહાર આવતા પીડિતા ના સમાજ બાળકી ના સમર્થન માં આવ્યા હતા.
આખી રાત બળાત્કાર કરનારા પાંચ આરોપીઓ સામે લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વધુ રોષ ત્યારે ભભૂકી ઉઠ્યો કે જ્યારે ઘટના ને દબાવી દેવાની કોશિશ કરવામાં આવી.
આમ દેશ માં હવે બાળકીઓ થી યુવતીઓ સલામત નહિ રહેતા કડક માં કડક સજા ની માંગ ઉઠવા પામી છે.
