ભારત માં જનતા ના પૈસે લીલા લહેર કરતા વીઆઈપી ઓ ને સુરક્ષા ના નામે મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, મોટા ભથ્થા, પગાર અને પગાર દાર સરકારી માણસો ,સરકારી વાહનો સતત સેવા માં લાગી રહે છે,પણ જનતા માટે જાહેર જીવન માં પોલીસ ની ઘટ પડી રહી છે. દેશ ના વડાપ્રધાન માટે મજબૂત સુરક્ષા હોવી જોઈએ પણ અન્ય નાના નાના વીઆઈપી પણ આવી અપેક્ષા રાખે છે જેથી વીઆઈપી કલચર જળવાઈ રહે.
ગૃહ મંત્રાલય ના એક વિંગ બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD) ના એક ડેટા માં જણાવાયુ છે કે દેશમાં 19 હજાર 467 VIP ની સુરક્ષા માટે 66 હજાર 43 પોલીસકર્મીઓ ફરજ બજાવી રહયા છે. મતલબ કે એક VIPની સુરક્ષા માટે ત્રણથી વધુ પોલીસકર્મીઓ નોકરી ઉપર છે જ્યારે 135 કરોડ વસ્તી ધરાવતા દેશ માં જનતા ની સુરક્ષા માટે કુલ 20.91 લાખ પોલીસકર્મીઓ ફરજ ઉપર છે,એટલે કે 642 લોકો ની સુરક્ષા માટે એક જવાન ફરજ બજાવે છે.
4 વર્ષ પહેલાં 2016માં દેશમાં VIPની સંખ્યા 20 હજાર 828 હતી. તે સમયે તેમની સુરક્ષામાં 56 હજાર 944 પોલીસકર્મીઓ તહેનાત હતા. 2019માં આવા લોકોની સંખ્યા ઘટીને 19 હજાર 467 થઈ ગઈ, પરંતુ તેમની સુરક્ષામાં તહેનાત જવાનોની સંખ્યા વધીને 66 હજાર 43 થઈ ગઈ.
450 VIP એવા, જેઓને કેન્દ્ર સરકાર પાસેથી સુરક્ષા મળી છે
દેશમાં વડાપ્રધાનને મળનારી SPG સુરક્ષા સિવાય ની સુરક્ષા વ્યવસ્થાની ચાર કેટેગરીમાં વહેંચવામાંઆવી છે. Z+, Z, Y અને X. ખતરાને ધ્યાનમાં રાખીને VIP સુરક્ષા
મેળવનારમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટ, બ્યૂરોક્રેટ્સ, પૂર્વ બ્યૂરોક્રેટ્સ, જજ, પૂર્વ જજ, બિઝનેસમેન, ક્રિકેટર, ફિલ્મી કલાકાર કે સાધુ-સંત હોય છે.
છે.
Z+માં 55 સુરક્ષાકર્મીઓ હોય છે. જેમાં 10થી વધુ NSG કમાન્ડો હોય છે. જેમાં દરેક વ્યક્તિની સુરક્ષા પર દર મહિને 10 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તો Z કેટેગરીની સુરક્ષામાં CRPF અને ITBPના 22 જવાનો ઉપરાંત લોકલ પોલીસ હોય છે.
આમ જનતા કરતા નેતાઓ અને વીઆઈપી ઓ ની સુરક્ષા માં વધુ જવાનો રોકાયેલા રહે છે.
આ સુરક્ષા અને ખર્ચ ની વિગતો સબંધિત ડિપાર્ટમેન્ટ ગોપનીયતા નું બહાનુ કાઢી આપવામાં આવતી નથી.
