સમગ્ર વિશ્વ માં કોરોનાગ્રસ્ત દર્દીઓ માં ભારત હાલ બીજા ક્રમ ઉપર આવી જતા ચિંતા વધી છે,ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ આજે ગુરૂવારે દેશ ની જનતા ને ટ્વીટ કરી કોવિડ-19 મહામારીની વિરૂદ્ધ એકજૂથ લડાઇ લડવા જાહેર અપીલ કરી ને હેશટેગ #Unite2FightAgainstCorona ની સાથે ટ્વીટ કર્યું છે તેઓ એ કહ્યુ કે કોવિડ વોરિયર્સથી મોટી શક્તિ મળી રહી છે. સૌનાએકજૂથ પ્રયાસે ઘણા બધા જીવ બચી શકયા છે. સૌએ લડાઇની પોતાની ગતિ બનાવી રાખવી પડશે અને વાયરસથી બચવું પડશે. તેઓએ કોરોના ગાઇડલાઇન્સ ઉપર પણ ભાર મૂકી લખ્યું,કે આવો કોરોનાથી લડવા માટે એકજૂથ થઇએ! માસ્કર જરૂર પહેરો. હાથ સાફ કરતા રહો. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો. ‘બે ગજ દૂરી’ રાખો.
પીએમ એ એક બીજી ટ્વીટમાં કહ્યું કે સાથે આવીને આપણે સફળ થઇશું, સાથે આવીને આપણે કોવિડ19ની વિરૂદ્ધ જીત પ્રાપ્ત કરીશું. આમ હાલ માં કોરોના ના રાષ્ટ્રીય કક્ષાએ દૈનિક નોંધાઇ રહેલા 90,000 વચ્ચે ના કોરોના ના આંક સામે ચિંતા વ્યક્ત કરી વડાપ્રધાન મોદીજી એ સૌને કોરોના થી બચવા ગાઈડલાઈન ના પાલન ઉપર ભાર મુક્યો હતો.
