( ઝાલા દિગ્વિજયસિંહ )
ચાઈના યુદ્ધ કરવા થનગની રહ્યું છે અને સરહદે લશ્કર જમાવટ કરી રહ્યું છે ત્યારે ભારતે પણ શસ્ત્રો અને સૈનિકો ગોઠવી સામે પડકાર ફેંક્યો છે ત્યારે સેના નો જુસ્સો વધારવા માટે પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા હતા અને તેઓ એ સેના અને આઈટીબીપીનાં જવાનોની મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને જવાનો એ પણ દેશભક્તિ ના નારા લગાવ્યા હતા. પીએમ મોદી દેશનાં જવાનોને સંબોધન કર્યું હતું પીએમ મોદીએ ચીનની સામે ઉભેલા બહાદુર જવાનોનો જુસ્સો વધાર્યો હતો અને ચીન સામેનાં સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને યાદ કરી મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ કહ્યું કે ગલવાનમાં ભારતીય જવાનોએ જે બહાદુરી બતાવી છે તેના ઉપર દેશ ને ગર્વ છે અને તેનાથી દુનિયામાં એક સંદેશ ગયો છે.
પીએમ મોદીએ એ જવાનો ને કહ્યું કે, તમારું સાહસ, નિશ્ચય અને ભૂજાઓ તેમજ ઇચ્છાશક્તિ આસપાસનાં પર્વતોનાં જેવી અટલ છે.” તેમણે કહ્યું કે, “આપણે એ લોકો છીએ જે વાંસળીવાળા શ્રીકૃષ્ણની પણ પૂજા કરીએ છીએ અને સુદર્શનધારી શ્રીકૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.” આ દરમિયાન પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપતા પહાડો પરની ઊંચાઈ પરથી જણાવ્યું કે હવેનો સમય વિકાસ યુગ નો છે અને વિસ્તારવાદનો યૂગ ખત્મ થઈ ચુક્યો છે.
આજે અચાનક જ મોદી લેહની મુલાકાતે પહોંચ્યા હતા. આ અંગે પહેલાં PM કે PMO દ્વારા મીડિયા ને કોઈ માહિતી આપવામાં આવી નહતી. અહીં ફરજ બજાવી રહેલા જવાનો સાથે મોદીએ અડધો કલાક ચર્ચા કરી હતી અને ત્યારપછી ગલવાન હિંસામાં ઘાયલ થયેલા જવાનોની પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીની મુલાકાત ની નોંધ વિશ્વભરમાં લેવામાં આવી હતી.