ચીનના અગ્રણી મીડિયા જૂથોએ તા. 15 જૂન, 2020 ના રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની હિંસક અથડામણના બે વર્ષ પૂરા થવા પર મૌન પાળ્યું હતું, પરંતુ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ પરના કેટલાક મીડિયાએ ભારત સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના મૃત્યુને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે 15 જૂને ચીની ભાષાની આવૃત્તિમાં વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ રિપોર્ટમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના વેસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ભારત સાથેની અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારો વિશેની પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સરહદ સુરક્ષાના ઈતિહાસમાં આ એક ક્યારેય ન ભુલાય તેવો દિવસ છે.
ભારતનું નામ લીધા વિના, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “સંબંધિત વિદેશી સૈનિકોએ ગાલવાન ખીણ વિસ્તારમાં રસ્તાઓ, પુલ અને અન્ય માળખાઓનું નિર્માણ કરીને બંને દેશો વચ્ચેના કરારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.” રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “સરહદ પર યથાસ્થિતિ બદલવાનો એકપક્ષીય પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારા અધિકારીઓ પર હિંસક હુમલા કરવામાં આવ્યા હતા.”