નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 77 લાખને વટાવી ગઇ છે અને હજી સુધી અસરકારક વેક્સીન શોધાઇ નથી. જો કે સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી ઉપલબ્ધ થાય તે માટે સંભવ પ્રયાસો કરશે. એક પ્રથામિક અંદાજ ભારત સરકાર દેશના દરેક નાગરિકો કોરોનાની રસ ઉપલબ્ધ થાય તે માટે અંદાજ રૂ. 50,000 કરોડની જોગવાઇ કરી રહી છે. અમેરિકન ચલણમાં આ રકમ લગભગ 7 અબજ ડોલર જેટલી થાય છે. કોરોનાથી અર્થતંત્રને ફટકો અને તેમાંય કોરોના વેક્સીન માટે આટલી જંગી રકમની જોગવાઇ કરવી ભારત સરકાર માટે મોટી મુશ્કેલી બની શકે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ છે અને ભારતમાં 1.30 અબજ વસ્તી છે.
ભારતમાં એક વ્યક્તિનને કોરોના વેક્સીનના બે ડોઝ અપાઇ શકે છે, પ્રત્યેક ડોઝનો ખર્ચ 2 ડોલર જેટલો રહી શકે છે. ઉપરાંત વ્યક્તિદીઠ સ્ટોરેજ અને પરિવહન જેવા માળખાગત ખર્ચ પેટે વધુ 2- 3 ડોલરનો ખર્ચ થઇ શકે છે. વર્કિંગ ગ્રૂપની ભલામણોના આધારે કોરોના વેક્સીનનું વિતરણ કરવામાં આવશે
સરકાર દ્વારા રચાયેલી સમિતિએ તાજેતરમાં કહ્યુ કે હતુ, ભારતમાં કોરોનાનું સંક્રમણ પીક ઉપર છે અને શિયાળાની ઋતુમાં વધુ વિકરાળ બની શકે છે. કોરોના મહામારી અને લોકડાઉનથી ભારતીય અર્થતંત્રને કમરતોડ ફટકો પડ્યો છે અને વડાપ્રધાન અર્થતંત્રને ફરી બેઠું કરવા તબક્કાવાર છુટછાટ આપી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 77 લાખને વટાવી ગઇ છે. જેમાં આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 1.16 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 68.74 લાખ લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાના 7.15 લાખ એક્ટિવ કેસો છે.