નવી દિલ્હીઃ યુનિવર્સિટી ઓફ મૈસાચુસેટ્સના પ્રોફેસર વામસી વકુલભરણમનું માનવુ છે કે કવિડ મહામારીના લીધે સર્જાયેલી આર્થિક નરમાઇના લીધે ભારત ભાગ્યે જ વર્, 2024-25 સુધી 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બની શકશે. વકુલભરણમ એ એક ઇન્ટરવ્યૂહમાં જણાવ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થા 2019માં પોતાના કદની તુલનામાં આગામી વર્ષે ઘણા સમય સુધી નીચી રહેશે.
તેમમે કહ્યુ કે, કોવિડ-19 સ્પષ્ટ પણે આર્થિક નરમાઇનું સૌથી મહ્તવપૂર્ણ કારણ છે. તેના કારણે જ અન્ય વિકાસશીલ દેશો અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતનો આર્થિક ઘટાડો બહુ ઝડપી છે. વકુલભરણમે કહ્યુ કે, વર્તમાનમાં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 3000 અબજ ડોલરથી ઓછી છે. જો તેને ચાર વર્ષોમાં 5000 ડોલર સુધી પહોંચાડવી છે તો અર્થવ્યવસ્થાને સરેરાશ 13 ટકાથી વધારે ઉંચા દરે વાર્ષિક વૃદ્ધિ કરવી પડશે.
નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024-25 સુધી ભારતીય અર્થવ્યવસ્થાને 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે. અર્થશાસ્ત્રીનું કહેવુ છે કે ભલે બધુ ભારતીય રિર્ઝવ બેન્ક અને આઇએમએફ દ્વારા પ્રવર્તમાન વિકાસ અંદાજો મુજબ પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા 2019ની તુલનામાં આગામી વર્ષના ઘણા સમય સુધી ઓછી રહેશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને રિઝર્વ બેન્કને તાજેતરમાં વિકાસદરના અંદાજ ઘટાડ્યા છે. કેન્દ્રીય સાંખ્યકીય ઓફિસ (સીએસઓ)ના નવા અંદાજ અનુસાર અર્થવ્યવસ્થામાં પાછલા નાણાકીય વર્ષમાં 7.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. રિઝર્વ બન્કે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસદર 9.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.