લખનઉઃ સીતાપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના સાસંદ આઝમખાંના પુત્ર અબ્દુલ્લા આઝમને ગેરરીતિ આચરીને ધારાસભ્ય બનવુ બહુ ભારે પડ્યુ છે. હાઇકોર્ટેના આદેશ બાદ તેમનું ધારાસભ્ય પદ જ છિનવાઇ ગયુ, અને હવે પિતા તેમજ માતાની સાથે જેલમાં સજા કાપી રહ્યા છે. હવે ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક નોટિસ ફટકારી અબ્દુલ્લા આઝમનેવિધાનસભાના સભ્ય તરીકે મેળવેલ પગાર અને ભથ્થાની રકમ પરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
વિધાનસભાના ઉપસચિવ તરફથી આ નોટિસ જારી કરવામાં આવી છે.
આ નોટિશમાં જણાવ્યુછે કે, હાઇકોર્ટે અબ્દુલ્લા આઝમ ખાનનું ચૂંટણી શૂન્ય જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ વિધાનસભાના સભ્ય તરીકે તેમની ચૂકવવામાં આવેલ રકમ પર વસૂલવામાં આવશે. અબ્દુલ્લા આઝમને 14 માર્ચ 2017થી 16 ડિસેમ્બર 2019 સુધી વેતન અને ભથ્થા વગેરે પેટે ચૂકવવામાં આવેલ 65 લાખ 68 હજાર 713 રૂપિયાની રકમ સરકારને પરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
બસપા ઉમેદવારની અરજી પર ગુમાવ્યુ ધારાસભ્યનું પદ
નોંધનિય છે કે, અબ્દુલ્લા આઝમે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. રામપુરની સ્વાર વિધાનસભા બેઠક પરથી તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવારહતા. ચૂંટણીમાં જીત હાંસલકરી તેઓ ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ અબ્દુલ્લા આઝમ પર ખોટા- બોગસ પ્રમાણપત્રોના આધારે ચૂંટણી જીતવાનો આરોપ મૂકવામાં આવ્યો. ચૂંટણીમાં બસપાના ઉમેદવાર રહેલા નવાબ કાઝિમ અલી ખાન ઉર્ફે નવેદ મિયાં એ હાઇકોર્ટમાં એક રિટ દાખલ કરી હતી.આ રિટમાં જણાવ્યુ હતુ કે અબ્દુલ્લા આઝમે બોગસ પ્રમાણપત્રોના આધારે ચૂંટણી લડી છે. હાઇકોર્ટે પ્રમાણપત્રોમાં ગેરરીતિને ધ્યાનમા રાખી અબ્દુલ્લા આઝમનું વિધાનસભાનું સભ્ય રદ કર્યુ..
ભાજપના નેતાએ વેતન-ભથ્થુ પરત વસૂલવાનો માંગણી કરી
તો બીજી બાજુ ભાજપના સ્થાનિક નેતા આકાશ સક્સેનાએ ફરિયાદ કરી હતી કે અબ્દુલ્લા આઝમનું ધારાસભ્ય તરીકેનું પદ કેન્સલ થઇ ગયુ છે. આથી અબ્દુલ્લા આઝમ પાસેથી વેતન અને ભથ્થા સહિતની રકમની પરત વસૂલાત કરવામાં આવે. આકાશ સક્સેનાએ જણાવ્યુ કે, તેમણે વિધાનસભાના મુખ્ય સચિવને આ અંગે ફરિયાદ કરી હતી.