કેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળનું બુધવારે વિસ્તરણ થવાનું છે જેમાં કેટલાંક નવા નેતાઓને સમાવેશ થશે અને કેટલાંક નેતાઓ પાસેથી જવાબદારી પરત લેવામાં આવશે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ મોદી સરકારે એક ઐતિહાસિક પગલુ ભરતા મંગલવારે એક નવુ મંત્રાલય બનાવ્યુ છે. તેનું નામ મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન રાખુ છે. સહકારથી સમૃદ્ધિનું સપનુ સાકાર કરવા માટે મોદી સરકારે આ નવા મંત્રાલયની રચના કરી છે.
નવું મંત્રાલય દેશમાં સહકારિતા આંદોલનને મંજબૂત કરવા માટે અલગ સત્તામંડળ, કાયદા અને નીતિગત માળખું પુરુ પાડશે. તે સહકારી સમિતિઓને છેવાડા સુધી પહોંચવામાં મદદ કરશે. તે કો-ઓપરેટિવ લોકો સાથે ઉંડાણપૂર્વક જોડાશે.
દેશમાં સહકાર આધારિત આર્થિક વિકાસનું મોડલ બહુ પ્રાસંગિક છે. આ મોડલમાં પ્રત્યેક સભ્ય જવાબદારીની ભાવના સાથે કામ કરે છે.
મંત્રાલય સહકારી સમિતિઓ માટે વેપાર સુગમતા એટલે કે ઇઝી ડુઇંગ ઓફ બિઝનેસની પ્રક્રિયાઓને સારળ બનાવશે. તેની સાથે જ મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ્ઝ (એમએસસીએસ)ના વિકાસને સક્ષમ કરવાની કામગીરી કરશે.
કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત ડેવલપમેન્ટ પાર્ટનરશિપ પ્રત્યે પોતાની ઉંડી પ્રતિબધ્ધતાના સંકેત આપ્યા છે. સહકારીતા માટે અલગ મંત્રાલયની રચના પણ નાણા મંત્રાલય તરફથી કરાયેલી બજેટ ઘોષણાને પૂરી કરે છે.