ઉત્તરપ્રદેશ ના મથુરા જિલ્લામાં બ્રજ ચોરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હી ના રહેવાસી બે મુસ્લિમ મિત્રો એ નંદગાંવ ના નંદનબાબા મંદિર માં ભગવાન ના દર્શન કર્યા બાદ પ્રાંગણ માં નમાજ પઢીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતા અહીં મામલો ચર્ચામાં આવ્યો હતો જોકે,આ ઘટના માં ચાર લોકોની વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ અંગે યુપીના મંત્રી શ્રીકાંત શર્માએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે આ કોઈ અસામાજિક તત્વોનું કામ છે જેની સામે તપાસ કરી કડક કાર્યવાહી થશે. આ ઘટના અંગે બરસાના પોલીસ મથકના પ્રભારી આઝાદ પાલસિંહ ના જણાવ્યા મુજબ નંદભવનના સેવકોએ પોલીસ ને ઈંફોર્મ કર્યું કે ગુરુવારે બપોરે ત્રણ યુવકો નંદ ભવન પહોંચ્યા હતા જે પૈકી એક વ્યક્તિ એ પોતાને દિલ્હી ના ફૈઝલ ખાન ની ઓળખાણ આપી હતી અને કહ્યું કે તેઓ પણ ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રખ્યાત કવિ રસખાનાની સમાન ભગવાન કૃષ્ણમાં ખુબજ શ્રદ્ધા ધરાવે છે અને તેનાથી પ્રભાવિત થઈને બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહ્યા છે. યાત્રામાં પડતા તમામ તીર્થસ્થાનોના દર્શન પણ કરી રહ્યા છે.તેઓ એ નંદ ભવનમાં નંદલાલા અને નંદ બાબાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ જ્યારે ગોસ્વામીજન ઠાકુરજીને પોઢાડીને મંદિના પટ બંધ કરવા માટે જેવા અંદર ગયા ત્યારે આ લોકોએ તે સ્થળે નમાજ પઢીને ફોટા લીધા હતા અને બાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેઓ એ ધર્મ ચર્ચા દરમ્યાન રામચરિત માનસની ચોપાઇઓ પણ સંભળાવી હતી.
જોકે ત્યારબાદ સ્થાનિક લોકો ને જાણ થતાં આક્રોશ વધતા મંદિરની સેવા કરનાર સેવક કાન્હા ગોસ્વામીએ મંદિરમાં નમાજ પઢનાર ફૈઝલ ખાન અને મોહમ્મદ ચાંદ અને તેમની સાથે મંદિરમાં લાવનાર નીલેશ અને આલોક વિરુદ્ધ ફરિયાદ આપી હતી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
