નવી દિલ્હીઃ દેશમાં વેચાતા મધમાં મિલાવટમાં પણ ચાઇનીઝ કનેક્શન બહાર આવ્યુ છે અને તે અંગે ભારત સરકાર કડક વલણ અપનાવવા જઇ રહી છે. વાત જાણે એમ છે કે દેશમાં વેચાતા મધમાં વ્યાપક મિલાવટ થઇ રહી છે અને મિલાવટ માટે કંપનીઓ દ્વારા ચીનથી આયાત કરાયેલા સુગર સિરપનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી સરકાર મધમાં મિલાવટનો મુખ્ય સ્ત્રોત બંધ કરવા ચીનથી સુગર સિરપની આયાત પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય બજરોમાં વેચાતા બ્રાન્ડેડ મધમાં પણ વ્યાપક મિલાવટ થતી હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો જેમાં ઘણી કંપનીઓના બ્રાન્ડેડ મધનો પણ ઉલ્લેખ હતો. આ અહેવાલ બાદ સીએસઇ એ ક્વોલિટી ટેસ્ટ કર્યો હત જેમાં 13માંથી માત્ર 3 જ બ્રાન્ડ પાસ થઇ હતી.
આ વિવાદને અંગે આજે દેશના MSME અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી એ કહ્યુ કે, મધમાં મિલાવટને ધ્યાનમાં રાખતા સરકાર ચાઇનીઝ સુગર સિરપની આયાત રોકવાનો નિર્ણય લેવાઇ શકે છે અને આયાત પર જકાત વધારવાનો અંગે પણ વિચારણા કરવામાં આવી શકે છે. ભારતીય બજરમાં ખુલ્લેઆમ મિલાવટવાળુ મધ વેચાઇ રહ્યુ છે. મોટાભાગના Fructose Syrupની આયાત ચીનથી થાય છે. ઘણા પ્રકારના ટેસ્ટિંગ બાદ પણ મધમાં મિલાવટને ઝડપી પાડવુ મુશ્કેલ છે. એવામાં ચીનથી આયાત રોકવાના ઉપાય અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
CSEના જનરલ ડિરેક્ટર સુનીતા નારાયણે આજે મધમાં મિલાવટ અંગે મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યુ કે, ભારતીય બજારોમાં વેચાતા મધના લગભગ તમામ બ્રાન્ડોમાં મોટાપ્રમાણમાં મિલાવટ- ભેળસેળ કરવામાં આવી રહી છે. મધમાં મિલાવટ માટે શુગર સિરપ (Sugar syrup)નો ઉપયોગ કરાય છે. ઉલ્લેખનિય છે કે, આ સંસ્થાએ વર્ષ 2003થી 2006 દરમિયાન સોફ્ટ ડ્રિંકમાં કિટનાશકની હાજરી હોવાનો ખુલાસો કર્યો હતો. સુનીતા નારાયણે કહ્યુ કે, શહેરોમાં શુગર સિરપની મિલાવટ ‘ફ્રૂડ ફ્રોડ છે’ છે. તે 2003 અને 2006માં CSE દ્વારા સોફ્ટ ડ્રિંકમાં કરાયેલ મિલાવટની શોધખોળમાં વધારે કુટિલ અને વધારે જટિલ છે. હાલના સમયે લોકો જીવલેણ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે અને તેનાથી બચવાની કોઇ દવા નથી. આવા સંકટકાળમાં ભોજનમાં સુગર સિરપનો જરૂરિયાત કરતા વધારે પડતો ઉપયોગ સ્થિતિને વધારે ડરામણી બનાવી શકે છે.