દેશ માં બળાત્કાર ની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે અને કડક કાયદા ના અભાવે બળાત્કારીઓ બિન્દાસ બન્યા છે હવે તો નાની બાળાઓ થી લઈ વૃદ્ધ મહિલાઓ ને પણ હવસખોરો છોડતા નથી અને દાદીમા ની ઉંમર ની વૃદ્ધાઓ ઉપર રેપ ના કિસ્સા નોંધાઈ રહ્યા છે,મધ્યપ્રદેશના વિદિશામાં એક 70 વર્ષની એક વૃદ્ધા ઉપર રેપ કરી બાદમાં વૃધ્ધા ની હત્યા કરી દેવામાં આવી હતી. મહિલા ખેતરે એકલી હતી ત્યારે હવસખોરો એ આ ઘટના ને અંજામ આપ્યો હતો. વિદિશા જિલ્લાના ગ્યારસપુર નજીક 18 નવેમ્બરની રાત્રે ઓલીજા ગામની સીમમાં આવેલા ખેતરમાં 70 વર્ષિય વૃદ્ધાનો રેપ કરી તેની હત્યા કરી દેવાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા આરોપીએ વૃદ્ધાના મોઢે પટ્ટી બાંધી દીધી હતી અને તેના શરીર પર લાકડીથી હુમલો કર્યો હતો. સવારે આ વૃદ્ધાનો નગ્ન અવસ્થામાં મૃતદેહ જોઈને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
ગ્યારસપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહેન્દ્ર શાક્યએ બનાવની જાણકારી આપતા કહ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ સાથે પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા.મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ નજરમાં આ રેપ અને હત્યાનો બનાવ લાગે છે. આરોપીઓની શોધખોળ કરાઈ રહી છે. ખેતર પર સિંચાઈનું કામ ચાલુ હોવાથી વૃદ્ધા રોજ ત્યાં જતી હતી અને મોટી ઉમર ની દાદીમા સાથે પણ આવું નીચ કૃત્ય થઈ શકે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું અગાઉ ના જમાના માં લોકો મોટી ઉંમર ના દાદા-દાદી ને માન આપતા હતા અને વાર્તા સાંભળતા હતા તેવા સંસ્કાર હતા પણ આજકાલ ઇન્ટરનેટ માં આવતા અસ્લીલ વિડીયો અને બ્લૂ ફિલ્મો જોઈ ગામડાઓ સુધી બળાત્કારની ઘટનાઓ વધતા વૃદ્ધાઓ ને પણ બહાર એકલા ન રહેવાનો જમાનો આવી ગયો છે.
