કોરોના નો હાહાકાર યથાવત સ્થિતિ માં છે ત્યારે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા હવે ધોરણ 1 થી લઇને 8 ના શાળા ના કલાસ 31 માર્ચ-2021 સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
કોરોનાના કારણે સ્કૂલોને લઇને મધ્ય પ્રદેશ સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રદેશમાં નવા શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરુ થશે. ઉપરાંત શિક્ષણ સત્રમાં પાંચમી અને આઠમીની બોર્ડની પરીક્ષા પણ લેવાશે નહિ અને ધોરણ 1 થી 8 સુધી પ્રોજેક્ટ વર્કના આધાર પર મૂલ્યાંકન કરાશે.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે 10મી અને 12મા ધોરણના વર્ગો ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે અને તેઓની બોર્ડની પરીક્ષા પણ લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 1 અથવા 2 દિવસ સ્કૂલ બોલાવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે સાંજે સ્કૂલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્કૂલ શિક્ષણ મંત્રી ઇંદર સિંહ પરમાર અને મુખ્ય સચિવ ઇકબાલ સિંહ બેંસ પણ હાજર રહ્યા હતા.
