હાલ દેશ માં ભારે ઉત્સુકતા વચ્ચે લોકો માં મત ગણતરી તરફ ધ્યાન આપી રહ્યા છે અને દિવાળી અગાઉ રાજકીય જંગ માં કોણ જીતશે તે તરફ લોકો ની નજર છે ત્યારે મધ્યપ્રદેશ માં 19 જિલ્લાની 28 બેઠકો ઉપર શરૂઆત ના રાઉન્ડ માં 18 બેઠકો પર ભાજપ અને 9 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, જ્યારે 1 બેઠક (મુરૈના)પર બસપા આગળ છે. અત્યાર સુધી આવેલા રુઝાનમાં ભાજપનું કમળ ખિલતું જોવા મળી રહ્યું છે. શિવરાજ સરકારના 8 મંત્રી આગળ ચાલી રહ્યાં છે.
તો આ તરફ સુમાવલીમાં મંત્રી એન્દલ સિંહ કંસાના અને મેંહગાવથી ભાજપ ઉમેદવાર અને મંત્રી ઓપીએસ ભદૌરિયા પાછળ છે. ગ્વાલિયરની ત્રણ બેઠકો પર ભાજપ આગળ છે. ભોપાલ સંભાગની બન્ને બેઠક(બ્યાવરા અને સાંચી)પર પણ ભાજપ લીડમાં છે. તો આ તરફ માલવાની 5 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસ આગળ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
