મમતા બેનર્જી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ જોઇને ભડકયા! પ.બંગાળમાં ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકી દીધો!
કર્ણાટકમાં પીએમ મોદીએ ‘ધ કેરલ સ્ટોરી’નો ઉલ્લેખ કરી આતંકવાદ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારબાદ આ ફિલ્મ અંગે લોકોમાં ઉત્સુકતા વધી હતી જોકે,આ વાત મમતા બેનર્જીને પસંદ નહિ આવતા તેઓને આ ફિલ્મ ગમી ન હતી અને તેઓએ પોતાના રાજ્યમાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધની જાહેરાત કરી છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે આ ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે બનાવટી જણાય છે.
ધ કેરળ સ્ટોરીનો વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ હતી અને ત્યારથી તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તમિલનાડુ બાદ હવે પશ્ચિમ બંગાળ સરકારે પણ ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ લગાવી દીધો છે.