નવી દિલ્હીઃ કોરોના મહામારીના પગલે નોન કોવિડ દર્દીઓની સારવાર પર પણ બહુ ઉંડી અસર થઇ છે. આ વાયરસના ડરથી લોકો એટલા ગભરાયેલા છે કે લગભગ 90 ટકા દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે ગયા નથી. અપોલો હોસ્પિટલ દ્વારા 6,77,237 દર્દીમાં કરાયેલા સર્વેમાં આ ખુલાસો
થયો છે. સર્વે મુજબ ઓપીડીમાં 89.2 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે નવા અને ફોલોઅપ સારવારના કેસમાં 57.67 ટકાનો ઘટાડો આવ્યો. એટલુ જ નહીં તેના કારમે 80.75 ટકા સર્જરી થઇ નથી. સ્ટડી કરનાર ડોક્ટર રાજૂ વૈશ્ય એ કહ્યુ કે દર્દીઓ અત્યાર સુધી સારવારથી વંચિત છે, હવે તેમની સારવારમાં વિલંબ થવો જોઇએ નહીં, તેમને જલ્દીથી જલદી સારવારની જરૂર છે.
કોરોના મહામારીની શરૂઆત દેશમાં માર્ચ 2020થી થઇ છે. ખાસ કરીને દિલ્હીમાં 2 માર્ચથી આ વાયરસે પગપેસારો શરૂ કર્યો હતો. માર્ચમાં લોકડાઉન લાગુ થયુ અને ત્યારબાદ પ્રતિબંધો સાથે લોકડાઉનમાં છુટછાટ મળી. પરંતુ આ દરમિયાન નોન કોવિડ દર્દીઓની સારવારમાં મોટી મુશ્કેલીઓ આવી. તેમને ઘણી વાર સારવાર મળી શકી નથી ને ઘણી વખત તો કોવિડના લીધે તેઓ પોતે સારવાર માટે પહોંચી શક્યા નથી.
અપોલો હોસ્પિટલને તેની તુલનાત્મક સ્ટડી કરી છે. તેની માટે હોસ્પિટલોએ મહામારીની પહેલા એટલે કે 1 જૂન 2019ની 31 માર્ચ 2020થી કરી. આ સ્ટડીમાં કુલ 6,77,237 દર્દીઓનું ફોલોઅપ કરાયુ. તેમાં 5,99,281 ઓપીડી દર્દી હતા અને 77,956 હોસ્પિટલમા એડમીટ થનાર દર્દી હતા.
સર્વેના મુખ્ય તારણો
- કુલ 6,77,237 દર્દીઓને શામેલ કરાયા
- જેમાં 5,99,281 ઓપીડી દર્દી હતા અને 77,956 હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી હતા
- નવા અને ફોલોઅપ કેસોમાં 57.67 ટકાનો ઘટાડો આવ્યો
- ઓપીડી દર્દીઓની સંખ્યામાં 89.2 ટકાનો ઘટાડો થયો
- સર્જિકલ કેસોની સંખ્યા 80.75 ટકાનો ઘટાડો આવ્યો
- બેરિએટ્રિક સર્જરીમાં સૌથી વધારે 87.5 ટકાનો ઘટાડો
- આંખની સર્જરીની સંખ્યા 65.45 ટકા ઘટી
- સૌથી ઓછી ન્યુરો સર્જરીની સંખ્યામાં 32.28 ટકાનો ઘટાડો આવ્યો