મહારાષ્ટ્રના 30થી વધુ ધારાસભ્યો શિવસેનાની અસલ બાળા સાહેબ ઠાકરે વાળી હિન્દુત્વ વિચારધારા વાળી સરકાર બને તેવું ઇચ્છી રહયા છે અને તેઓ ભાજપ સિવાય અન્ય ગઠબંધન વાળી સરકાર ઇચ્છતા નથી અને તે ત્યારેજ શક્ય છે કે જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણ હોય.
સુરતમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત રાખી છે.
ઉદ્ધવે શિંદે સાથે વાતચીત અને મધ્યસ્થી કરવા માટે મિલિંદ નાર્વેકરને સુરત મોકલ્યા હતા જ્યાં નાર્વેકર અને શિંદે વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી અને આ દરમિયાન નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત પણ કરાવી હતી જેમાં લગભગ 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાત કરવા જણાવ્યું હતું પરંતુ શિંદે ભાજપ સાથે ગઠબંધનની વાત પર મક્કમ રહ્યા હતા. એમ પણ કહ્યું કે પહેલાં ઉદ્ધવ પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જો ભાજપ સાથે ગઠબંધન પર રાજી હોય તો પાર્ટી નહીં તૂટે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની હોટલમાં ધારાસભ્યોની સાથે શિફ્ટ થયા પછી શિંદેએ પહેલું નિવેદન આજે મંગળવારે બપોરે આપ્યું હતું જેમાં પોતાને સાચા શિવસૈનિક જણાવતા કહ્યું કે પોતે બાલા સાહેબ ઠાકરેના શિવ સૈનિક છે અને તેઓએ જ અમને હિન્દુત્વ શીખવાડ્યું છે અને સત્તા માટે ક્યારેય દગો નથી આપ્યો.
આમ, વાત હવે હિન્દુત્વ ઉપર આવતા ઉદ્ધવ ઠાકરે ભેરવાયા છે.
કારણકે નારાજ શિવ સૈનિકોનું કહેવું છે કે તેઓ બાળા સાહેબના વિચારોને વરેલા છે અને તે રીતે રહેવા ટેવાયેલા હોય ઉદ્ધવ ઠાકરે જો ભાજપ સાથે જોડાણ કરશે તોજ સપોર્ટ કરીશુ બાકી હિન્દુત્વના ભોગે હવે કોઈપણ સમાધાન કરવા તૈયાર નથી.
