મહારાષ્ટ્રના પુણેમાં દિવાલ ધરાશાયી થતા મૃત્યુઆંક 15 થયો. આ દિવાલ કોંઢવા વિસ્તારમાં ધરાશાયી થઈ. મૃતકમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે દિવાલ નીચે અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે.
દિવાલ નીચે દબાલેયા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી. આ મામલે પુણેના જિલ્લા અધિકારીએ જણાવ્યુ હતુ કે, ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ. આ ઉપરાંત દિવાલનું બાંધકામ કરનાર કંપનીની બેદરકારી પણ સામે આવી છે.