સીએમ બન્યા બાદ એકનાથ શિંદે પહેલીવાર થાણે પહોંચ્યા હતા. અહીં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, હું અતિશયોક્તિ કરતો નથી. હું કામ કરવામાં માનુ છું. રાજ્યમાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું, “જો એક વાર વચન આપ્યુ તે પૂરું ન થાય ત્યાં સુધી હું મારી વાત પણ સાંભળતો નથી.”
આ ડાયલોગ સલમાનખાન નો છે કે ‘ ‘એકબાર જો મેને કમિટમેન્ટ કર દિ તો બાદમે મેં ખુદકી ભી નહિ સુનતા…’
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અને મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સીએમ એકનાથ શિંદે સોમવારે તેમના વતન થાણે પહોંચ્યા હતા. સોમવારે રાત્રે થાણેમાં એક જાહેર સભાને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમને રાજ્યના વિકાસ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.”