મહારાષ્ટ્રમાં હાલ રાજકીય સંકટ ઉભું થયું છે જેમાં ભાજપ સરકાર બનાવવા પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છેકે મહારાષ્ટ્ર બાદ બિન ભાજપ શાસિત રાજ્ય ઝારખંડ અને રાજસ્થાન અને બંગાળનો પણ આજ હાલત થશે.
મહારાષ્ટ્રની સ્થિતિનું સમાધાન નિકળી જાય પછી ઝારખંડ અને રાજસ્થાનનો વારો છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ આવશે. ટીએમસીની પણ આવી જ હાલત થશે. સરકાર 2026 સુધી નહીં ચાલે. આ સરકાર 2024 સુધીમાં બહાર થઈ જશે.
ટીએમસીના વરિષ્ઠ સાંસદ અને પાર્ટી નેતા સુખેન્દુ શેખર રાયે પણ કહ્યું કે, અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ભાજપાએ મહારાષ્ટ્રમાં સંકટ ઉભું કર્યું છે, તેમણે કહ્યું કે, ભાજપ દેશમાં દરેક વિપક્ષ શાસિત રાજ્યમાં પાછળ પડી ગઈ છે.
આમ,મહારાષ્ટ્ર બાદ બીજા રાજ્યોમાં પણ ભાજપ ઇન્ટર ફીયર કરે તેવી વાત બહાર આવતા રાજકારણ ગરમાયુ છે.