મહારાષ્ટ્રમાં અત્યારસુધી ઉદ્ધવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનથી મુખ્યમંત્રી બન્યા અને હવે જ્યારે
શિવસેના સાથે થયેલી સમજુતી મુજબ હવે મુખ્યમંત્રી થવાનો વારો એનસીપીનો હતો ત્યારેજ શિવસેનામાં બળવો થયો અને મોટાભાગના ધારાસભ્યોઓ ભાજપનું સમર્થન ઇચ્છી જુદા થયા તે બધો ઘટનાક્રમ કોંગ્રસી અને એનસીપી નેતાઓ હવે શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે અને પોતાની સાથે રાજરમત રમવામાં આવી રહી હોવાનું અને દગો થયો હોવાનું માની રહયા છે.
ઉદ્ધવ અને ભાજપની યોજના પ્રમાણે બળવાનું નાટક કરી કોંગ્રેસ અને એનસીપીને સત્તાથી વિમુખ કરવામાં આવી હોવા અંગે થોડી થોડી ચણભણ ઉઠી છે.
આમ પહેલા પોતે વારો લઈ લીધો અને હવે જ્યારે પોતાનો સીએમ બનવાનો વારો આવ્યો ત્યારે ગુચ્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે,બીજી તરફ આ બધી ચર્ચાઓ વચ્ચે ભાજપ મજા લઈ રહ્યું છે.