મહારાષ્ટ્રમાં બદલાયેલા રાજકીય સંકટ વચ્ચે મળી રહેલા અહેવાલો મુજબ એકનાથ શિંદે પાસે હાલમાં કુલ 45 ધારાસભ્યનું સમર્થન છે, જેમાં સાત અપક્ષ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે, મહારાષ્ટ્રમાં આગામી તા 3 જુલાઈના રોજ નવી સરકાર બની શકે તેવું જાણકારોનું કહેવું છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ અથવા ભાજપના કોઈ અન્ય નવા મુખ્યમંત્રી બની શકે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી વાતો ચાલી રહી છે.
હાલની વર્તમાન સ્થિતિમાં શિવસેનાના 55માંથી 38 ધારાસભ્ય એકનાથ શિંદે સાથે છે જ્યારે ઉદ્ધવ ઠાકરે સાથે હવે ફક્ત 17 ધારાસભ્ય રહ્યા છે, જેના કારણે ગમે તે ઘડીએ ઉદ્ધવ રાજીનામુ આપે તેવી શકયતા છે, જ્યારે એકનાથ શિંદે અને ભાજપ આજે રાજ્યપાલ સામે પોતાની પાસે બહુમતી હોવાનો દાવો કરી સરકાર રચવાના આમંત્રણની માગણી કરે તેવી શકયતા વચ્ચે રાજ્યપાલ હાલ કોરોનામાં સપડાયેલા હોય શુ થાય છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.