મહારાષ્ટ્રમાં શિવસેનામાં વિદ્રોહની સ્થિતિ ઉભી થયા બાદ એકનાથ શિંદે ભાજપને સમર્થન કરતા હોય દેવેન્દ્ર ફડણવીસ પોતાના ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હતા જ્યાં
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કર્યા બાદ હવે રાજ્યપાલે આવતી કાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે.
આવતી કાલે ફ્લોર ટેસ્ટ સમયે એકનાથ શિંદે ગ્રુપ હાજર રહેશે
બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની કોર કમિટીની મળેલી બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. સરકારની રચનાને લઈને વાત થઈ હતી અને મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ આ બેઠકમાં ભાજપના ક્વોટાના મંત્રીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.