ભારતમાં સમલૈંગિક સંબંધોને કાનૂને મંજૂરી આપી તે વાત જૂની થઈ ગઈ છે. 377 માટે છેલ્લા વર્ષે જ સુપ્રીમ કોર્ટે ફેસલો આપ્યો હતો અને કહ્યું હતું કે સમલૈંગિક સંબંધ અપરાધ નથી. હવે ભારતમાં ગે લગ્ન થવા લાગ્યા છે. એક આઈઆઈટી ગ્રેજ્યુએટ અને ટીચરે લગ્ન કર્યા છે.

આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા 43 વર્ષિય ઋષિએ શિક્ષક અને વિએતનામ મૂલ વિન્હ સાથે 30 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. બંને અમેરિકામાં રહેતા હતા. ઋષિને ગ્રીન કાર્ડ મળ્યું અને વિન્હ બાળપણથી જ અમેરિકામાં રહેતો હતો. બંનેની મુલાકાત એક ડેટિંગ એપના માધ્યમથી થઈ હતી.

બંને વચ્ચે 2017માં ડેટિંગ શરૂ થઈ હતી અને ત્યાર પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કેમ લગ્નમાં કરવામાં કોઈ તકલીફ ન થઈ? કારણ કે 1997માં ઋષિએ જ્યારે તેના પરિવાર સામે ગે હોવાનો ખુલાસો કર્યો, તો પરિવારના લોકો આ વાત સ્વીકારવામાં બહુ મુશ્કેલી થઈ હતી.

પરિવારને પાંચ વર્ષ લાગ્યા સ્વીકારવામાં કે તેમનો દીકરો ગે છે અને તેની રીતે જિંદગી જીવવા માગે છે. ત્યાર બાદ બધું ઠિક થઈ ગયું. વિન્હ સાથેના સંબંધની વાત પર ઋષિએ મીડિયાને કહ્યું કે, આ સંબંધને લગ્ન નહીં, પણ કમિટમેન્ટની જેમ જોવે છે અને ઉત્સવ પણ લગ્નનો નહીં, પરિવાર અને પોતાના લોકો વચ્ચે કમિટમેન્ટને જાહેર કરવાનો હતો.

કમિટમેન્ટ કહો અથવા લગ્ન, આ ઋષિને ઈચ્છા હતી કે તે વિન્હ સાથે પોતાના દેશ, પોતાના શહેરમાં પારંપરિક રૂપથી બંધનમાં બંધાય. વિન્હે હા કહી અને ઋષિના પરિવારે મહારાષ્ટ્રમાં રિસેપ્શન આપ્યું. જેમાં પરિવાર સાથે સમાજના ઘણા લોકો પણ સામેલ હતા.