મહારાષ્ટ્રમાં નવી સરકારની ગતિવિધિ તેજ થઈ ગઈ છે અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિહી જવા રવાના થઈ ગયા છે જેઓ અમિત શાહને મળે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે પહેલીવાર ગુવાહાટીની હોટલમાંથી બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે અમે શિવસેનામાં છીએ, શિવસેનામાં જ રહીશું. અમે બાળાસાહેબના હિન્દુત્વને આગળ લઈ જઈશું.
આ સિવાય તેમણે કહ્યું કે, અમારું આગળનું પગલું ટૂંક સમયમાં તમને જણાવવામાં આવશે. દરમિયાન, એકનાથ શિંદેના દિલ્હી જવાની અટકળો પણ ચાલી રહી છે. તેઓ દિલ્હીમાં અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 2.30 વાગ્યાથી કેબિનેટની બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં સીએમ ઉદ્ધવ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.