મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે અને 15 દિવસનું મિની લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાના પોટા ગામમાં કોરોના માં મોત ને ભેટનારા વ્યક્તિ ના તેરમાં ની વિધિમાં ભોજન કરતા અત્યાર સુધીમાં 93 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.સ્થાનિક અધિકારીએ 700થી વધારે વસ્તી ધરાવતા આ ગામ પોટાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું છે.
મોટાભાગના લોકો પોટામાં એક ભોજન સમારંભમાં ભાગ લીધો હતો. પણ પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ખામગાંવમાં કોવિડ-19ના એક રોગીના મોત બાદ પોટામાં તેરમાની વિધિમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ગ્રામીણે જણાવ્યું હતું કે આ ભોજન સમારંભમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા.
ગામને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં એક તપાસ શિબિરમાં 15 ગ્રામીણ સંક્રમિત જણાયા હતા અને ત્યાર પછી કેટલાક દિવસે યોજાયેલા બીજી શિબિરમાં પણ 78 લોકો સંક્રમિત થયા હતા. આ સંજોગોમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સાથે શિબિર લગાવીને વધુને વધુ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે લક્ષણોવાળા દર્દીઓને કોવિડ કેન્દ્રમાં મોકલવામાં આવી રહ્યા છે અને જેમને લક્ષણો ન હોય તેવા સંક્રમિતોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.