મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં મુસ્લિમ યુવતી સાથે લવ મેરેજ કરનાર યુવકની હત્યા કરી નાખવામાં આવી છે, આ ઘટના અહેમદનગર જિલ્લાના શ્રીરામપુર તહસીલના ભોકર ગામની છે.
દીપક બર્ડે નામના યુવકને સ્થાનિક વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ જતા બન્ને એ ગત ઓગસ્ટ મહિનામાં લગ્ન કરી લીધા હતા.
લગ્નની જાણ થતાં યુવતીના પરિવારના લોકોએ દીપકનું અપહરણ કરી માર મારતા તેનું મોત થઈ ગયું હત્યા બાદ તેનો મૃતદેહ ગોદાવરી નદીમાં ફેંકી દીધો હતો.
દરમિયાન 31 ઓગસ્ટ 2022ના રોજ મૃતક દીપકના સંબંધીઓએ પોતાનો પુત્ર ગૂમ હોવા અંગે અહમદનગર પોલીસમાં કેસ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરતાં હત્યાનો ખુલાસો થયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી યુવતીના પરિવારજનો ઈમરાન શેખ, મજનુ શેખ, સમીર શેખ, રાજુ શેખ અને અન્ય બે લોકોની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને દીપકની હત્યા કર્યા બાદ તેની લાશ ગોદાવરી નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું જણાવતા મૃતદેહને શોધવા માટે 7 બોટ સાથે NDRF અને મહારાષ્ટ્ર પોલીસે દીપક બર્ડેના મૃતદેહની સતત શોધ કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે જનક્રોશ મોરચો કાઢ્યો હતો. ભાજપના ધારાસભ્યની આ રેલી બાદ પોલીસ સક્રિય બની હતી અને તેમની કાર્યવાહી ઝડપી કરી હતી.
આ ઘટનામાંએકલવ્ય આદિવાસી સમાજે અહમદનગરની એસપી ઓફિસમાં બે વખત ધરણા કાર્યક્રમ આપતા પોલીસે આ કેસમાં તપાસની કાર્યવાહી કરી હતી.