મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી કોરોના સંક્રમિત થઈ ગયા છે.
માહિતી આપતા રાજભવનના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે તપાસ બાદ રાજ્યપાલ કોરોના સંક્રમિત જણાયા હતા, ત્યારબાદ તેમને દક્ષિણ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસમાં ઉછાળો આવ્યો છે અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહયા છે.