આખરે મહારાષ્ટ્રમાં શિંદે સરકારે બહુમત મેળવ્યો છે સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું દરમિયાન કોંગ્રેસના 5 ધારાસભ્યો ગૃહમાંથી ગાયબ જણાયા હતા.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં બહુમત મેળવી જીત હાંસલ કરી છે. સરકારના સપોર્ટમાં 164 મળ્યા છે. 287 ધારાસભ્ય વર્તમાનના છે અને સરકાર બનાવવા માટે 144 વોટની જરૂર હતી. વોટિંગ દરમિયાન કોંગ્રેસના અશોક ચૌહાણ સહિત 5 ધારાસભ્યો ગૃહમાંથી ગાયબ હતા. વોટિંગ દરમિયાન ઉદ્ધવના ખાસ સંજય બાંગડે શિંદેના સમર્થનમાં વોટ નાખ્યો હતો. વોટિંગમાં શરદ પવારના ખાસ અને શેકપાના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સપોર્ટમાં વોટ આપ્યો છે.
