ભારતની આર્થિક રાજધાની મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઇન તોડતા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આજથી 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને તેની સાથે સાથે કલમ-144 પણ લાગુ કરી દીધી છે. ઉપરાંત રાત્રી કરફ્યુ પણ અમલમાં રહેશે. આર્થિક રીતે નબળાં લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનાજ તેમ જ આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે.
કોરોનાના સંકટનો સામનો કરવા રાજ્ય શાસન ગરજુ લોકોને સહાય કરવા અજીખમ છે એમ ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. રાજ્યના ૧૨ લાખ શ્રમિકોને ૧૫૦૦ રૂપિયાની આર્થિક મદદ, રિક્ષા ચાલકોને પણ ૧૫૦૦ રૂપિયા મદદ મળશે, ઘરકામ કરનારાને ૧૫૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે.
આ ઉફરાંત આદિવાસીઓને ૨૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. તેમ જ સંજય નિરધાર, ઈન્દિરા ગાંધી વિધવા સહિત પાંચ યોજનાના ગરીબોને ૧૦૦૦ રૂપિયા તેના લાભાર્થી ૩૫ લાખ લોકો છે. રાજ્યમાં ગરીબ હોય એવાને અન્ન સુરક્ષા યોજના હેઠળ વ્યક્તિ દીઠ ૩ કિલો ઘઉે અને બે કિલો ચોખા મફત એક મહિનો આપવામાં આવશે. આ સિવાય શિવભોજનની થાળી મફતમાં આપશે.
આનાથી દરરોજના બે લાખ લોકોને સહાય મળશે. અધિકૃત ફેરિયાને ૧૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડ સંબંધિત સુવિધાઓ માટે રૂપિયા ૩,૩૦૦ કરોડ રૂપિયા ભંડોળ ફાળવ્યું છે. આ ઉપરાંત ૫ હજાર ૪૭૬ કરોડ રૂપિયાના આર્થિક મદદનું પેકેજ જાહેર કર્યું હતું. લોકલ ટ્રેનમાં માત્ર અત્યાવશ્યક સેવા આપતાં લોકોને પ્રવાસની પરવાનગી રહેશે. બસ પણ અત્યાવશ્યક પૂરતી રહેશે રીક્ષામાં ડ્રાઈવર તથા બે પ્રવાસી અને ટેક્સીમાં ડ્રાઈવર સહિત બે પ્રવાસી મુસાફરીકરી શકશે.