મહારાષ્ટ્રમાં હાલ સરકાર ઉઠલાવવાની વાતો વચ્ચે મોટા રાજકીય ફેરફાર ની શકયતાઓ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવાર ને આજે વહેલી સવારે હોસ્પિટલમાં લઈ જવાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટમાં દુખાવાની ફરિયાદ પછી તેઓ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યાં 31 માર્ચે તેમની એક સર્જરી કરવામાં આવે તેવી વાત જાણવા મળી છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં એન્ટિલિયા કેસના આરોપી સચિન વઝે અને ગૃહ મંત્રી અનિલ દેશમુખના સંબંધ મામલે અહીંના રાજકારણ માં ભુકંપ આવ્યો છે અને એનસીપીના બે મોટા નેતાના ગુજરાત પ્રવાસ બાદ મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે નું સિંહાસન ડોલવા માંડ્યું છે. અહેવાલો છે એવા પણ છે કે, અમદાવાદમાં એક ઉદ્યોગપતિના ઘરે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને તેમના સાથીદાર પ્રફૂલ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાનું મનાય છે ત્યારે આવનારા સમય માં મહારાષ્ટ્ર માં સરકાર માં મોટા બદલાવ આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે ,આ બધા વચ્ચે શરદ પવાર હોસ્પિટલમાં માં એડમિટ કરાયા છે જ્યાં ઓપરેશન થનાર હોવાનું જાણવા મળ્યું છે.