મહારાષ્ટ્ર અને રાજસ્થાન થી ગુજરાત માં આવવા માટે 72 કલાક અગાઉનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ હવેથી પ્રવેશ મળશે.આજથી અમલ શરૂ થઈ ગયો છે, કોરોના ના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે.રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ગુજરાત બોર્ડર ઉપર આવેલ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ કોરોના કેસ નો રાફડો ફાટતાં ત્યાંથી આવતા લોકો નું ચેકીંગ કરાઈ રહ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્રની ગુજરાત બોર્ડરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે અને હવે બોર્ડરથી પસાર થતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
વલસાડની ભીલાડ ચેકપોસ્ટ અને નર્મદાની સાગબારા તાલુકાની ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રથી આવતા લોકોનું સધન ચેકિંગ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. 72 કલાક અગાઉનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હોય ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ માટે લાંબી કતારો જોવા મળી હતી.
આમ ગુજરાત માં આવતા બહાર ના લોકો માટે ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
