ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. માઈકલ લોબો સહિત તેના પાંચ ધારાસભ્યો ગાયબ છે. એવી અટકળો છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા (LoP)ના પદ પરથી માઈકલ લોબોને હટાવ્યા છે. પાર્ટીએ તેમના અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત પર ભાજપ સાથે મળીને પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના ગોવા ડેસ્ક પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે લોબો અને કામત સિવાય પાર્ટીના અન્ય ત્રણ ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુકુલ વાસનિકને ગોવા જવાની સૂચના આપી છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી
કોંગ્રેસના ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાંથી સત્તા ભોગવનારા લોકો આજે લાલચુ બની ગયા છે. હું માઈકલ લોબો અને દિગંબર કામતથી ખૂબ જ નિરાશ છું.
મહારાષ્ટ્રમાં ભાજપે ઝટકો આપ્યા બાદ હવે ગોવામાં ભાજપ સક્રિય થયું છે.અહીં કોંગ્રેસના માઈકલ લોબો સહિત અનેક ધારાસભ્યો અચાનક ગુમ થઈ ગયા છે. તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.