દેશ માં કોરોના નું સંક્રમણ માંડ ઘટ્યું હતું ત્યાંજ હવે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતા તંત્ર માં ચિતા છવાઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર માં 4,787 નવા કેસ નોંધાયા છે. આ આંકડો 5 ડિસેમ્બર બાદ સૌથી મોટો આંક હોવાનું સૂત્રો એ જણાવ્યું છે. મહારાષ્ટ્ર રાજયમાં છેલ્લા 6 દિવસથી 3000થી પણ વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા 21 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો એક વખત પણ 3000ને પાર પહોંચ્યો નથી.
દેશમાં બુધવારે કુલ 12,511 નવા કેસ નોંધાયા હતા, 11,847 લોકો સાજા થયા અને 90 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાના 1.09 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 1.06 કરોડ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. 1.56 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1.34 લાખ દર્દીઓ હજી સારવાર હેઠળ છે. આમ કોરોના ની રસી નું અભિયાન ચાલુ છે તે સમયે નવા કેસો પણ નોધાઈ રહ્યા છે.
લોકડાઉન માં ખોરવાઈ ગયેલી વ્યવસ્થા માંડ પાટા ઉપર આવી છે ત્યારે કોરોના સંકમણ વધતા ચિંતા જોવા મળી રહી છે.