દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63,729 નવા કેસ નોંધાયા છે, જ્યારે 398 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં કોરોનાના નવા 8,217 કેસ સામે આવ્યા હતા અને 49 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવાર સુધીમાં મુંબઈમાં કોરોનાના કુલ કેસ વધીને 5,53,159 થઈ ગયા હતા અને મૃત્યુઆંક 12,189 પહોંચ્યો છે. આંકડા મુજબ, મુંબઈમાં કોરોનાના 86 હજાર વધુ એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્ર માં સ્થિતિ વિકટ બનતા હવે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ PM મોદી સાથે ટેલિફોનિક વાત કરી મહારાષ્ટ્રમાં કોરોનામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વચ્ચે ઓક્સિજનની તંગી વિશે તેમને માહિતીગાર કર્યા હતા અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 1200થી 1500 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે પરિસ્થિતિ કટોકટીની છે અને આવી સ્થિતિમાં એરલિફ્ટ કરીને મહારાષ્ટ્રમાં ઓક્સિજન પહોંચાડવા માટે તેઓ એ તાત્કાલીક મદદ માંગી હતી.
મહારાષ્ટ્ર માં દિનપ્રતિદિન વધી રહેલા કેસો ને લઈ સ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર ને ઓક્સિજન નો પુરવઠો પહોંચાડવા માંગ કરવામાં આવી છે.
