દેશ માં કોરોના રસીકરણ વચ્ચે કોરોના ના કેસો માં ખુબજ ઉછાળો આવતા રસી કરણ પણ પૂર્ણ રીતે કારગત નીવડી શક્યુ નથી આ બધા વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના ની સ્થિતિ ચિંતાજનક બની છે. ગુરુવારે અહીં 25,833 નવા કેસ નોંધાયા જે દેશમાં કોરોના મહામારીની શરૂઆત બાદ અત્યાર સુધીનો આ સૌથી મોટો આંક છે. એક જ દિવસમાં આટલા દર્દી કોઈપણ રાજ્યમાં મળ્યા નથી. અગાઉ, 11 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં 24,886 કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોનાના 39,643 કેસ નોંધાયા, 20,338 દર્દીઓ સાજા થયા અને 155 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં એટલે કે દર્દીઓની સારવાર ચાળું છે તેવા દર્દીઓની સંખ્યામાં 19,141 નો વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 15 લાખ 17 હજાર 945 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 81 હજાર 508 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 59 હજાર405 લોકોનાં મૃત્યુ પણ થયાં છે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેનના 400 કેસ નોંધાયા છે. તેમાંથી 158 છેલ્લા 2 અઠવાડિયામાં સામે આવ્યા છે.