મુંબઈ માં પૂર્વ પોલીસ કમિશનર પરમવીરના લેટર ને લઈ મહારાષ્ટ્ર સરકાર ઉપર સંકટ ઉભું થયું છે અને 100 કરોડ ના મંથલી કલેકશન મુદ્દે હવે શિવસેના અને એનસીપી વચ્ચે મતભેદો સપાટી ઉપર આવ્યા છે. લેટર બોમ્બના કારણે શિવસેના એનસીપી સાથે સંબંધો ઉપર પૂર્ણ વિરામ મુકાય તેવી અટકળો વચ્ચે ભાજપ અને શિવસેના સાથે ફરી મહારાષ્ટ્રમાં સરકાર બને તેવો માહોલ ઉભો થયો છે.શરદ પવાર દિલ્હીમાં છે અને તેઓએ એનસીપીના 2 મોટા નેતાઓને અહીં બોલાવ્યા છે. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપીના મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલ પણ સામેલ થશે. તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી આવશે.
100 કરોડ ના પોલીસ ને અપાયેલા ટાર્ગેટ માં અનિલ દેશમુખનું નામ સામે આવતા ઉદ્ધવ સરકાર સંકટમાં આવી ગઈ છે
એનસીપી નેતાઓની વચ્ચે અનિલ દેશમુખના નામ પર લાગેલા આરોપને લઈને ચર્ચા કરાશે. અનિલ દેશમુખનું નામ આવતાં રાજ્યની ઉદ્ધવ સરકાર પર દબાણ વધ્યું છે વિપક્ષની તરફથી પણ દેશમુખની તપાસ કરવાની અને તેના રાજીનામાંની માંગ કરાઈ રહી છે.
મુકેશ અંબાણી કેસમાં પરમવીર સિંહને પોલીસ કમિશનર પદેથી હટાવાઇ દેવાયા છે. અને પરમવીર સિંહના ટ્રાન્સફરને લઇ અનિલ દેશમુખે કહ્યું કે આ રૂટીન ટ્રાન્સફર નથી, તેઓએ કેટલીક ભૂલ કરી છે. ત્યારે હવે પરમવીરે ઉદ્ધવ સરકારને લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાજેને બોલાવ્યા હતા. અને વાજેને મહિનાનું 100 કરોડનું કલેક્શન હોટલ, રેસ્ટોરાં, બીયર બાર સહિતની જગ્યાથી કરવા કહ્યું હતું. લેટરમાં પરમવીર સિંહએ દાવો કર્યો છે કે મુંબઇમાં 1750 બાર, રેસ્ટોરાં સહિતની જગ્યાઓ છે જ્યાંથી કલેક્શન થઇ શકે છે. અને આ વાત સચિન વાજેએ જ તેમને કહી હતી. અનિલ દેશમુખે ACP સંજય પાટીલ, DCP ભુજબલને પણ બોલાવ્યા હતા. અને ACP સંજય પાટીલ, DCP ભુજબલને 40થી 50 કરોડનું કલેક્શન કરવા કહ્યું હતું. આમ આ મામલે હવે મહારાષ્ટ્ર માં રાજકીય સંકટ ઉભું થયુ છે.
ત્યારે જો ગઠબંધન તૂટ્યું તો ભાજપ સાથે શિવસેના એ જોડાણ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.આ બધી ચર્ચાઓ વચ્ચે શરદ પવાર ના અંતિમ નિર્ણય બાદ ચિત્ર સ્પષ્ટ થવાની ગણતરીઓ મંડાઈ રહી છે.