કોરોના ની સ્થિતિ હજુપણ બાળકો ના અભ્યાસ માટે બાધારૂપ બની છે અને કોરોના સંક્રમણ ના ભયે શાળાઓ ચાલુ કરી શકાતી નથી પણ મહારાષ્ટ્ર માં શાળાઓ ચાલુ થતા જ થયેલા કોરોના ટેસ્ટિંગ માં માત્ર નાસિકમાં જ 62 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા ફરી બાળકો ના સ્વાસ્થ્ય માટે સવાલો ઉભા થયા છે.
અહીં જાન્યુઆરીથી સ્કૂલ ખોલવા જાહેરાત થઈ છે
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેરાત આપવામાં આવી છે કે, ગ્રામીણ અને શહેર વિસ્તારમાં 1,324 શાળાઓમાંથી લગભગ 846 શાળાઓમાં ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
અહીં શાળા ખુલતા જ કુલ 1,21,579 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. જોકે, 7,063 આચાર્યો અને શિક્ષકો અને 2,500 બિન-શૈક્ષણિક કર્મચારીઓ ના કોરોના ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યુ હતું, જેમાંથી 62 શિક્ષકો અને 10 બિન-શિક્ષક સ્ટાફને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. આમ અહીં કોરોના સંક્રમણ ને લઈ ફરી એકવાર સ્કૂલો ચાલુ કરવા ઉપર સવાલો ઉઠ્યા છે
