મહારાષ્ટ્ર માં ઉદ્ધવ ઠાકરે ની સરકાર નહીં ગબડે કેમકે NCP અધ્યક્ષ શરદ પવાર હવે ડાહ્યા ડમરા થઈ ગયા છે અને કોઈપણ શરત વગર ટેકો ચાલુ રાખશે. શરદ પવાર ના નિવાસસ્થાને 3 કલાક સુધી ચાલેલી બેઠક બાદ જયંત પાટિલે કહ્યું કે, બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયની બહાર વિસ્ફોટક ભરેલા વાહન અને વેપારી મનસુખ હિરેનના મોત મામલે ધ્યાન ભટકાવવાની જરૂર નથી. જોકે દર મહિને 100 કરડો રૂપિયાની મહાવસૂલીના રાજકીય વિવાદમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર રાજીનામું આપવા ઉતાવળા થયેલા વિરોધીઓ શાંત થઈ ગયા હતા અને ઘી ના થામ માં ઘી ઢોળાઈ ગયું હતું અને પોપટ ની જેમ ભાષા બોલવા મંડ્યા હતા.
વરિષ્ઠ મંત્રી જયંત પાટિલે કહ્યું કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ જ નથી ઉઠતો. એવું કરીને 2 મહત્વની ઘટનાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. તો NCP અધ્યક્ષ શરદ પવારે સંમેલનમાં કહ્યું કે, અનિલ દેશમુખના મામલે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.
આમ મહારાષ્ટ્ર સરકાર ઉપર આવેલું સંકટ ની વાદળું વિખેરાઇ ગયું હતું.
