દેશ માં કડક કાયદા ના અભાવે બળાત્કાર ની ઘટનાઓ વધી ગઈ છે અને હવસખોરો બેફામ બની મહિલાઓ ની ઈજ્જત લૂંટી રહ્યા છે ત્યારે હવે મહિલાઓ પણ આક્રમક બની છે અને મધ્યપ્રદેશના સીધી જિલ્લાના ઉમરીહા ગામમાં એક મહિલા ના પોતાના ઘરમાં બળાત્કાર કરવા ધસી આવેલા એક હવસખોર નું પ્રાઇવેટ પાર્ટ્સ પકડી ને મચકોડી કાઢી મહિલાએ દાંતરડા વડે કાપી નાખતા હવસખોર ઈસમ ગોથું ખાઈ નીચે પડ્યો હતો અને હવસ નો નશો ઉતરી ગયો હતો.
આ શખ્સ મહિલાના ઘરમાં ઘુસીને તેની સાથે બળજબરીથી દાદાગીરી કરી રેપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મહિલા એ પોતાના બચાવ માં આ પગલું ભર્યું હતું.
સીધી જિલ્લાની ખડ્ડી પોલીસ ચોકીના વડા ધર્મેન્દ્ર સિંહ રાજપૂતે પત્રકારો ને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુરૂવારે રાતે આશરે 11 વાગે રમેશ સાકેત નામનો ઈસમ બળાત્કાર કરવા મહિલાના ઘરમાં ધસી આવ્યો હતો અને મહિલાની સાથે કથિત રીતે બળ-જબરી કરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. મહિલાએ તેની વાતનો સ્વીકાર નહીં કરતા તેણે મારપીટ શરૂ કરી હતીઅને આરોપીએ જ્યારે મહિલાને છોડી નહીં તો પીડિતાએ નજીકના ખાટલા પર પડેલ દાંતરડાથી રમેશનું પ્રાઇવેટ પાર્ટ કારી નાખ્યું હતું. ત્યારબાદ મહિલા ખૂદ પોલીસ ચોકીએ પહોંચી હતી.
એસઆઇ ધર્મેન્દ્રસિંહ રાજપૂતને આ ઘટના અંગે જાણ થતાંજ પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીને સારવાર માટે સેમરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિરૂદ્ધ આઇપીસી સંબંધિત કલમોને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે, તો પીડિતની ફરિયાદ પર મહિલા સામે પણ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ ઘટના ને લઈ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.