નવી દિલ્હીઃ દેશ અને દુનિયાભરમાં કોરોના વાયરસની જીવેલણ મહામારીથી બચવાની રસ શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને તે અંગે સારા સમાચાર આવ્યા છે. આ ઘટનાક્રમમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે વેક્સીનની કિંમત નક્કી કરવા અંગે એક કરાર થવા જઇ રહ્યો છે, જેમાં રસીના એક ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી થવાની સંભાવના છે.
એક મીડિયા અહેવાલ મુજબ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યુ કે, સરકારને જંગી પ્રમાણમાં કોરોના વેક્સીનનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા મામલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ઘણી ઉપેક્ષાઓ છે, જેણે ઔપચારિક નિવેદન આપીને એસ્ટ્રાઝેનેકાની વેક્સીન કોવિશિલ્ડના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે.
આની પહેલા સીરમના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યુ હતુ કે, ભારતના ખાનગી બજારમાં વેક્સીનની કિંમત પ્રતિ ડોઝ 1000 રૂપિયા (લગભગ 13 ડોલર) જેટલી હશે, પરંતુ વધારે સપ્લાયની માટે કોન્ટ્રાક્ટ કરનાર સરકારે આ વેક્સીન ઓછી કિંમત ખરીદી શકે છે.
સૌથી પહેલા ભારતીયોની માટે થશે દવાની સપ્લાય
આ સાથે જ પૂનાવાલાએ એવુ પણ કહ્યુ કે, વેક્સીનની સપ્લાય માટે સીરમની યાદીમાં પ્રથમ ક્રમે નંબર છે. સીરમ અન્ય દેશોમાં વેક્સીનની સપ્લાય કરતા પહેલા ભારતીયોની માટે પુરતા પ્રમાણમાં સપ્લાય ઉપર ધ્યાન આપશે.
નોંધનિય છે કે, કોવિડ-19ના 9,703,770 કેસો સાથે અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે. અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે, ફાઇઝર અને એક્સ્ટ્રાઝેનેકા તરફથી વિકસીત કરવામાં આવેલ આ વેક્સીનનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે.