જો તમે ATMમાંથી પૈસા કાઢો છો તો તમને મુશકેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતને 50 ટકા ATM માર્ચ 2019 સુધીમાં બંધ થઈ શકે છે. ATM ઈન્ડસ્ટ્રીની સંસ્થા ધ કોન્ફિડેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi)ના પ્રમાણે ATM સેવા આપનાર કંપનીઓ માર્ચ 2019 સુધી લગભગ 1.13 લાખ ATM બંધ કરવા પડી શકે છે.
આમાં 1 લાખ ઓફ સાઈટ ATM અને 15 હજાર વ્હાઈટ લેબલ ATM છે. હજી ભારતમાં લગભગ 2.38 લાખ ATM કામ કરી રહ્યા છે. CATMiની અનુસાર તેને ચલાવવુ આર્થિક હિતમાં નથી. સંસ્થાએ કહ્યું કે જો આવું થાય છે તો સરકારની નાણાકીય સમાવેશની યોજનાઓને ધક્કો લાગી શકી છે અને નોટબંધી જેવી હાલત પેદા થઈ શકે છે.
ATMની સંસ્થાના અનુસાર ATMમાં હાર્ડ વેયર અને સોફ્ટવેયર અપગ્રેડને લઈને જે નિયમ કાનૂન આવ્યા છે. આ કારણે આ ATMને ચલાવવું મુશકેલ થઈ જશે. આ સિવાય કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ અને કેશ લોન્ડિગને લઈને નિયમ જાહેર થયા છે. CATMiના પ્રમાણે ATM કંપનીઓ, બાઉલ લેબલ અને વ્હાઈટ લેબલ ATM પ્રદાતા પહેલા નોટબંધી દરમિયાન થયેલા નુકસાન થી ઝઝુમી રહ્યા છે.
જો બેન્ક બોજ નથી ઉઠાવતા તો સંસ્થાની અનુસાર ATM સર્વિસ આપનાર કંપનીઓ ATMનો ખર્ચને વધારે થવાના કારણે બંધ કરવો પડશે. CATMiની અનુસાર ફક્ત નવા કેશ લોજિસ્ટિક અને કેસેટ સ્વૈથ મેથડમાં બદલાવ કરવાથી 3500 કરોડનો ખર્ચ આવશે.