મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા કેસ માં વધુ એક મોટો પુરાવો મળ્યો છે. ઘટનાસ્થળ પર લગાવવામાં આવેલા CCTV ફૂટેજની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, 25 ફેબ્રુઆરીએ સ્કોર્પિયો ઉભી કર્યા પછી સચિન વઝે તેમાં ધમકી ભરેલો લેટર મુકવાનું ભૂલી ગયો હતો અને પાછળથી આવેલી ઈનોવામાં બેસીને થોડે દૂર ગયા પછી વઝેને એ વાત યાદ આવી. ત્યારપછી તે ફરી ઘટના સ્થળે પહોંચ્યો અને તેણે સ્કોર્પિયોમાં લેટર મૂકી દીધો હોવાની વાત સામે આવી છે.
NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં જ વઝેથી ભૂલ થઈ ગઈ અને લેટર પ્લાન્ટ કરીને ત્યાંથી નીકળવાના ચક્કરમાં તે પાસે આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. આ દરમિયાન વઝેએ સફેદ રંગનો ઢીલો કુર્તો-પાયજામો પહેરેલો હતો. જેને પહેલા પીપીઈ કિટ કહેવામાં આવતું હતું. સચિન વઝેએ સ્કોર્પિયોમાં એક ટાઈપ લેટર મુક્યો હતો. તેમાં લખ્યું હતું, પ્રિય નીતા ભાભી અને મુકેશ ભૈયા અને પરિવાર આ માત્ર એક ટ્રેલર છે. આવતી વખત પરિવાર પાસે ઉડાન ભરવા માટે પૂરતો સામાન હશે, સાવધાન રહેજો. આમ શિકારી ખુદ શિકાર થઈ ગયા નું સપાટી ઉપર આવી રહ્યું છે.
