મુંબઈ પોલીસે આજે રવિવારે ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખનચંદાનીની નકલી TRPના મામલામાં ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ બે મહિલા આ સ્કેમનો ખુલાસો કર્યો હતો.
આ પ્રકરણમાં અગાઉ રિપબ્લિકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ(ડિસ્ટ્રીબ્યુશન) ધનશ્યામ સિંહને 5 ડિસેમ્બરના રોજ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ચેનલે આરોપ લગાવ્યો હતો કે પુછપરછ દરમિયાન તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ પહેલા રિપબ્લિક મીડિયા નેટવર્કે બોમ્બે હાઈકોર્ટેને એક ઈન્ટરીમ અરજી કરીને કહ્યું હતું કે ધનશ્યામ સિંહને કસ્ટડીમાં બેલ્ટ વડે માર મરાયો હોવાનું જણાવ્યું હતું. રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે રિપબ્લિક ટીવીની વિરુદ્ધ ખોટા આરોપ લગાવ્યા છે, કારણ કે અમે સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમની સવાલ પર તપાસ ઉઠાવ્યા હતા.
