મુંબઈમાં ચકચાર જગાવનાર મનસુખ હિરેન મર્ડર કેસ માં પોલીસ ઓફિસર સચિન વઝે ની ધરપકડ કર્યા બાદ જે કાર માં મર્ડર થયા નું મનાય છે તે કાર દમણના ઉદ્યોગપતિ પાસેથી જપ્ત બ્લુ રંગની વોલ્વો કાર એનઆઈએ દ્વારા શુક્રવારે મુંબઈમાં લવાયા બાદ તપાસ કરાઈ રહી છે. આ કારમાં જ મનસુખ હિરનની હત્યા કરવામાં આવી હોવાની એનઆઈએ ને શંકા છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા મુંબઈના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક પદાર્થ સાથે સ્કોર્પિયો કાર મૂકવાના અને આ કારના માલિક મનસુખ હિરનની રહસ્યમય સંજોગોમાં થયેલા મોત મામલે પોલીસ ઓફીસર વઝે હાલ તપાસ ના કેન્દ્ર માં છે, દમણ માં વઝે ના મિત્ર ની બ્લૂ કલર ની વોલ્વો કાર મુંબઈ લાવી કારનું પંચનામું અને વિડિયો શૂટિંગ કર્યા બાદ વોલ્વો કાર ની ફોરેન્સિક્સ નિષ્ણાતો દ્વારા તપાસ કરાઈ રહી છે,સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મનસુખ 17 એપ્રિલની રાત્રે લગભગ 8.25 કલાકે એક સિગ્નલ બંધ હતુ઼ તે દરમિયાન આ વોલ્વો કારની આગળની સીટ પર બેઠો જોવા મળ્યો હતો. એનઆઈએ સચિન વાઝે અને અન્ય આરોપીઓની આ અંગે પૂછપરછ કરી રહી છે. આ મામલામાં ટૂંક સમયમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા છે.
દરમિયાન એનઆઈએના અધિકારીઓએ ગુરુવારે રાત્રે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી થાણે ખાડી ખાતે વેપારી મનસુખ હિરનની હત્યાના સીન ઘટનાસ્થળે જઈને ફરીથી રિક્રિયેટ કર્યા હતા. વાઝેને એ સમયે હાજર રખાયો હતો. દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટક પદાર્થો મૂકવા માટે મનસુખ હિરનનો ઉપયોગ કર્યા બાદ તેને વઝે એ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું તપાસ એજન્સી માની રહી છે.
