દેશ માં ભ્રષ્ટાચાર નું પ્રમાણ વધી ગયું છે અને મુંબઈમાં અંબાણી ના ઘર પાસે ખુદ પોલીસે જ વિસ્ફોટક પદાર્થો ભરી સ્કોર્પિયો મૂકી પૈસા પડાવવા કાવતરું રચ્યું હોવાની હકીકત ખુલ્લી પડતા લોકો માં પોલીસ ખાતા માં આવા લોકો થી નફરત ફેલાઈ છે એમાંય મુંબઇ માંથી વેપારીઓ ને ધમકાવી કરોડો રૂપિયા ની ખંડણી ઉઘરાવી પોલીસ ના અધિકારીઓ અંદરો અંદર વહેંચી લેતા હોવાનું સામે આવતા જનતા ચોંકી ઉઠી છે અને લોકશાહી દેશ માં કોણ રક્ષક તે સવાલ ઉભો થયો છે.
આ દેશ માં નેતા,પોલીસ બધાજ અહીં ચોર હોવાનું સામે આવી રહ્યું છે તે જોઈ જનતા માં ભારે હતાશા જોવા મળી રહી છે.
મુંબઇ ના ચકચારી એન્ટિલિયા અને મનસુખ હિરેન મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAને ઘણાબધા પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વઝેના વસૂલીના ધંધા સાથે સંકળાયેલા છે. NIA અનુસાર, ઉઘરાણીના ધંધામાં પોલીસ અને પ્રશાસનના કેટલાક ઉપરી અધિકારીઓ પણ સંડોવાયેલા છે. વઝેએ આ અધિકારીઓને ચુકવણી કરી હતી, જેના દસ્તાવેજો NIAને પ્રાપ્ત થયા છે. NIAએ ગીરગાંવમાં સ્થિત એક ક્લબમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી તેને આ દસ્તાવેજો કબ્જે કર્યા હતા.
આ દસ્તાવેજો માં કયા ડિપાર્ટમેન્ટના અને કયા અધિકારીને વઝેએ ક્યારે પૈસાની ચુકવણી કરી તે તમામ ડેટા છે. દરેક નામની આગળ ચુકવેલા રૂપિયાની રકમ લખાવામાં આવી છે. જેમાંથી કેટલાક અધિકારીઓને તો કરોડોમાં પૈસા ચુકવાયા છે. આ અધિકારીઓમાં 2 નિરીક્ષક, એક ડેપ્યુટી પોલીસ કમિશનર અને એક ડેપ્યુટી કમિશનર હોદ્દાનો પૂર્વ અધિકારી પણ સામેલ છે.
NIA આ દસ્તાવેજોને ED, CBI અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ક્લબમાંથી દસ્તાવેજો ઝડપાયા છે, તેના માલિકને પણ બોલાવવામાં આવ્યો છે. વઝેની સાથે કાર્યરત કેટલાક અધિકારીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે વઝે આ ક્લબની અવાર-નવાર મુલાકાત લેતો હતો. વઝેના કહેવાથી જ નરેસ ગોર અને પૂર્વ કોન્ટેબલ વિનાયક શિંદેને અહીંયા નોકરી અપાઈ હતી. બન્નેની અત્યારે મનસુખ હિરેનના મર્ડર કેસમાં ધરપકડ કરાઈ છે અને NIAની કસ્ટડીમાં છે.
NIAને જે ‘એક્સટોર્શન ડાયરી’ અને મોબાઈલ મળ્યો છે, એનાથી ખબર પડે છે કે વઝેએ શિંદેને ભાંડુપ, મુલુંડના 32 ક્લબ, બાર અને લૉજ પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલી કરવાની જવાબદારી સોંપી હતી. પ્રત્યેક વસૂલી ઊપર શિંદેનું કમીશન પણ નિશ્ચિત હતું. વઝે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં જેની સામે ફરિયાદ નોંધાઈ હોય તેવા લોકો પાસે થી પણ હપ્તા લેતો હોવાનું સામે આવ્યું છે.
આમ ગુંડાઓ ની જેમ પોલીસ પણ ખંડણી ઉઘરાવવા નો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.