મુંબઇ પોલીસે ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહયા છે એટલુંજ નહિ પણ અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે અને માર મારવાના પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે.
આ ઘટના ને લઈ ભારે હંગામો મચી ગયો છે. છેલ્લા કેટલાક સમય થી આ મામલો વિવાદ માં રહ્યા બાદ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે ગોસ્વામી ઉપર હાથ ઉપાડ્યો હોવાના અક્ષેપો થતા મામલો ગરમાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
