મુંબઈના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર તૂટી પડવાના અહેવાલો સામે આવી રહયા છે આ દુર્ઘટનામાં ONGCના ત્રણ કર્મચારીઓ સહિત ચારના મોત થઈ ગયા છે.
આ હેલીકોપ્ટરમાં બે પાઈલોટ અને અન્ય સાત મુસાફરો સહિત કુલ નવ લોકો સવાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચારના મોત થયા છે અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે.
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ONGC) હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઓઈલ રિગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
દુર્ઘટના બની ત્યારે હેલીકોપ્ટર દરિયા માં પડ્યું હતું એ સમયે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને બધા જ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે તેમાંથી ચાર વ્યક્તિનો બેહોશ થઈ ગઇ હતી.
ઓએનજીસી હેલિકોપ્ટરના મુસાફરોને બચાવવા માટે નેવીએ હેલિકોપ્ટર અને જવાનો તૈયાર રાખ્યા હતા પણ સારવાર દરમિયાન ચાર લોકોના મોત થઇ ગયા હતા.