કોરોના ની મહામારી વચ્ચે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ સેન્ટરના ICUમાં આગ લાગવાથી 13 દર્દીનાં કરૂણ મોત થયા નો બનાવ બન્યો છે. આ ઘટના સમયે આઇસીયુ માં 15 દર્દી હતા જે પૈકી 13 ના તરફડીને મોત થઈ ગયા હતા જોકે, સમગ્ર સેન્ટરમાં 90 દર્દી દાખલ હતા. આગ લાગવાની ઘટના વહેલી સવારે 3 વાગ્યે બની છે. હાલમાં આગ પર કાબૂ મેળવી શકાયો છે. આ કોવિડ સેન્ટર બીજા ફ્લોર પર છે. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું કહેવાય રહ્યું છે,વિરારની કોવિડ -19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
કોરોના ની મહામારી માં જનતા પરેશાન થઈ ગઈ છે ઉપર થી આવા આગ ના બનાવો ને લઈ લોકો ના જીવ મુશ્કેલી માં મુકાઈ રહયા છે.
