ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત રાજપૂત ના મોત બાદ બોલિવૂડમાં ચાલતા ડ્રગ્સ કનેક્શનની મોટી લિંક મળતા હાલ તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની પાંચ સભ્યની ટીમ ને નિશાન બનાવી ડ્રગ્સ માફિયાઓ એ હુમલો કરતા NCBના 3 સભ્યને ઇજા પહોંચી હતી. સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહરનગર વિસ્તારમાં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ડ્રગ-પેડલર્સ ના 60 જેટલા સાથીઓ એકત્ર થઈ ગયા હતાઅને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને અધિકારી અત્યારે સુરક્ષિત છે. આ હુમલાના કેન્દ્રમાં ડ્રગ-પેડલર કેરી મેન્ડિસ અને તેના મળતિયા ગુંડાઓ વિપુલ આગરે, યુસુફ શેખ, અમીન અબ્દુલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં LSD ડ્રગ પણ મળી આવ્યું હતું. કેરી એક ડ્રગ્સ માફિયા છે અને તેને બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે લિંક હોવાની બાતમી ના આધારે તેના એરિયા માં ઘૂસીને છાપો મારવામાં આવ્યો હતો.
જાંબાઝ સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. ભારતીય રાજસ્વ સેવા જોઈન કર્યા પછી તેમની પહેલી પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરોપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે થઈ હતી. તેમની ક્ષમતાને કારણે જ તેમને પછીથી આંધ્રપ્રદેશ અને પછી દિલ્હી પણ મોકલવામાં આવ્યા હતા. તેમને નશા અને ડ્રગ્સ સાથે જોડાયેલા કેસના નિષ્ણાત ગણવામાં આવે છે. વાનખેડેના નેતૃત્વમાં જ બે વર્ષની અંદર લગભગ 17 હજાર કરોડ રૂપિયાના નશા અને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. તાજેતરમાં જ સમીર વાનખેડેને DRIથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમ તેઓ ની એન્ટ્રી સાથેજ બૉલીવુડ ના નશાબજો એકપછીએક ઝડપાઇ રહ્યા છે. બૉલીવુડ માં નશો,સેકસ અને ગંદકી સિવાય કંઈજ નહિ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં કામ કરવા આવતી બાલિકાઓ ને નશા ના રવાડે ચડાવી દઈ બાદમાં શરીર ચૂથવામાં આવતું હોવાનું બહાર આવી રહ્યું છે.
